કહેવાય છે કે, હનુમાન ચાલીસા કરો તે અગાઉ તુલસીદાસ મહારાજ રચિત 'રામચરિતમાનસ'ના કિષ્કિન્ધાકાણ્ડની ત્રણ ચોપાઈનો પાઠ પાંચ મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે પછી તમને અનુકૂળ હોય તેટલો સમય કરો તો દશરથનંદન રામચંદ્ર મહારાજના પરમ ભક્ત બજરંગબલી તમારી યોગ્ય વિનંતી અચૂક સાંભળે છે. આ ત્રણ ચોપાઈ છેઃ
કહઈ રીંછપતિ સુનુ હનુમાના, કા ચૂપ સાધિ રહેઉ બલવાના
પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક વિગ્યાન નિધાના
કવન સો કાજ કઠિન જગ માંહિ, જો નહીં હોઈ તાત તુમ પાઈ
રાવણ સીતા મૈયાને હરી ગયો છે. તે ક્યાં છે તેની ભાળ મેળવવા રામ પ્રભુની આજ્ઞા લઈને રીંછપતિ જાંબવન્ત, વાલિપુત્ર અંગદ, નીલ, નલ, દધિમુખ, વિકટ, દુર્ધર અને હનુમાનજી મહારાજ નીકળી પડે છે. દક્ષિણના દરિયાકિનારે ગીધ પાસેથી જાણવા મળે છે કે લંકાપતિ રાવણ સીતા મૈયાનું હરણ કરી ગયો છે. પણ દરિયો પાર કરીને ત્યાં જવું કેવી રીતે? દરિયો પાર કરીને પ્રભુ શ્રીરામનો સંદેશ સીતા મૈયાને આપીને પાછાં ફરવાનું સામર્થ્ય કોનામાં છે? જાંબવન્ત, અંગદ, નીલ, નલ, દધિમુખ, વિકટ, દુર્ધર બધા હાથ હેઠાં મૂકી દે છે, નિરાશ થઈ જાય છે ત્યારે જાંબવન્ત હનુમાનજી મહારાજને કહે છે કેઃ
''હે હનુમાન! હે બળવીર! સાંભળો. તમે કેમ મૌન સેવ્યું છે? હે પવનપુત્ર! તમે બળમાં પવન જેવા છો, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર છો. હે તાત! જગતમાં એવું કયું અઘરું કાર્ય છે, જે તમે ન કરી શકો.''
મર્યાદા પુરુષોત્તમ રામ ભક્તવત્સલ છે તો હનુમાનજી મહારાજ ભક્તઅનુરાગી છે. આજે શનિવારના શુભ દિવસે ઉપરોક્ત ત્રણ ચોપાઈનો પાઠ કરીને હનુમાનજી મહારાજને એક કામ સોંપીએ. હે મારુતિનંદન, નિત નિત રામ પ્રત્યેની અમારી ભક્તિ વધારજે. તારા ગુણગાન ગાવાનું સામર્થ્ય અમને આપજે.
ભગવાન શ્રીરામ, રામચરણઅનુરાગી હનુમાનજી મહારાજના ગુણગાન કરવાનો જ આ બ્લોગનો આશય છે. અહીં તુલસીદાસજી મહારાજના 'રામચરિતમાનસ'માંથી પણ દોહા, ચોપાઈ, સોરઠા અને છંદ પણ મૂકીશું. વિવિધ મહાનુભાવોએ ગાયેલો રામનામનો મહિમા રજૂ કરીશું....તુલસીદાસજી મહારાજની જેમ આપણે સરળ ચિત્તવાળા અને જગતને હિતકર્તા સજ્જનોને વંદન કરીએ છીએ અને અન્યના દોષોને હજાર આંખોથી જોનાર તથા પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ કરવામાં, બીજાનું ખરાબ બોલવામાં જરા પણ ખચકાટ ન અનુભવતા દુષ્ટજનોને સાચા ભાવથી પ્રણામ કરીએ છીએ......

No comments:
Post a Comment