Sunday, November 28, 2010

રામ રમકડું જડિયું રે, રાણાજી.....


રામ રમકડું જડિયું રે, રાણાજી,
મને રામ રમકડું જડિયું.

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું,
નહિ કોઈને હાથે પડિયું રે. રાણાજી....

મોટા મોટા મુનિજન મથીમથી થાક્યા,
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે. રાણાજી...

શૂન્ય શિખરના રે ઘાટથી ઉપર,
અગમ અગોચર નામ પડિયું રે. રાણાજી....

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
મારું મન શામળિયા શું જડિયું રે. રાણાજી.....


મીરાં


No comments:

Post a Comment